Source: Bhaskar News, Gandhinagar | Last Updated 3:15 AM [IST](11/11/2010
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૬ ભૂમિ પાર્ક એપાર્ટમેન્ટમાં આજે બપોરના સમયે કિરણસિંહ દરબાર નામનો યુવાન કેબલનું ભાડું ઉઘરાવવા માટે ગયો હતો. એપાર્ટમેન્ટમાં રહેતાં એક મહિલાના ઘરે કિરણસિંહ ગયો ત્યારે મહિલાએ આ મહિને વ્યવસ્થા નહીં હોવાથી આવતા મહિને બે મહિનાનું ભાડું લઇ જવા જણાવ્યું હતું.
મહિલા ઘરમાં એકલી હોવાથી એકલતાનો લાભ લઇ કિરણસિંહ ઘરની અંદર ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરીને મહિલાને બાથમાં લઇ લીધી હતી. કિરણસિંહના અચાનક વર્તનથી મહિલા ગભરાઇ ગઇ હતી. તે સમયે જ મહિલાનો પતિ આવી જતાં કિરણસિંહ પકડાઇ ગયો હતો. પતિ અને કિરણસિંહ વચ્ચે બોલાચાલી થયા બાદ તે ત્યાંથી રવાના થઇ ગયો હતો.
આ બનાવ અંગે મહિલાએ સેક્ટર-૨૧ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે છેડતી અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. એટ્રોસિટીનો ગુનો હોવાથી આ બનાવની વધુ તપાસ ગાંધીનગર ઇન્ચાર્જ એસપી શોભા ભૂતડાને સોંપવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર યુવાનનું નામ કિરણસિંહ દરબાર બહાર આવ્યું છે. તપાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

No comments:
Post a Comment