Friday, November 5, 2010

કાળીચૌદસે દીકરીને દીવાલ સાથે અથડાવીને હત્યા કરતો પિતા - man kills daughter in vadodara - www.divyabhaskar.co.in

કાળીચૌદસે દીકરીને દીવાલ સાથે અથડાવીને હત્યા કરતો પિતા - man kills daughter in vadodara - www.divyabhaskar.co.in
બનાવની વિગત એવી છે કે, વરણામા નજીક આવેલા સમસપુરા ગામમાં રહેતા રતિલાલ પૂજાભાઇ રાઠોડિયા નામના શખ્સે ગઇકાલે રાત્રે તેની પત્ની અંબાબહેન પાસે દારૂ પીવા માટે દસ રૂપિયાની માંગણી કરી હતી.

જો કે, અંબાબહેને પતિને દારૂના પૈસા આપવાની ના કહી દેતાં રતિલાલ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે રતિલાલલનો ભાઇ આવી જતાં રતિલાલે તેના ભાઇ સાથે પણ ઝઘડો કર્યો હતો.

ઝઘડા દરમિયાન રતિલાલ અચાનક જ ઉશ્કેરાઇ ગયો હતો અને બાજુમાં રમતી સાડા ત્રણ વર્ષની દીકરી લક્ષ્મીને તેણે ઊંચકી લીધી હતી અને ત્યાર બાદ તેના હાથ પકડીને તેણે દીકરીનું માથુ દિવાલ સાથે અથાડતાં જ લક્ષ્મીના માથામાંથી લોહીનો ફુવારો છુટ્યો હતો અને ત્યાર બાદ તેણે દીકરીને ખાટલા પર ફેંકી દીધી હતી.

No comments:

Post a Comment