Saturday, November 13, 2010

અટલાદરામાં ચાલતા કૂટણખાના પર છાપો - prostitution racket found at Vadodara - www.divyabhaskar.co.in

અટલાદરામાં ચાલતા કૂટણખાના પર છાપો

Source: Bhaskar News, Vadodara | Last Updated 3:51 AM [IST](14/11/2010

મુખ્ય સૂત્રધાર રાજુ તલવાર ફરાર


અટલાદરાની પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે એસઓજી સ્કવોડે ગઇકાલે ડમી ગ્રાહક મોકલી છાપો મારતાં મકાન માલિક તેમજ સેક્સ રેકેટ ચલાવનારા મુખ્ય સૂત્રધારના બે નોકર સહિતના ત્રણ શખ્સ ઝડપાઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં રૂપલલનાઓ મુંબઇ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી બોલાવાતી હોવાની વિગતો સપાટી પર આવી છે.


એસઓજી પીઆઇ આલ્શિકાને બાતમી મળી હતી કે, અટલાદરાની પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં રહેતા કનુ ધનજીભાઇ કાછેલાના મકાનમાં રાજુ તલવાર કૂટણખાનું ચલાવી રહ્યો છે.જેના આધારે એક ડમી ગ્રાહક તૈયાર કરી તેને પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી ખાતે મોકલ્યો હતો. તેણે રૂ.૩૦૦૦માં રૂપલલના સાથે આખો દિવસ રહેવાનો સોદો નક્કી કર્યો હતો અને ત્યાર બાદ તેણે ઇશારો કરતાં જ પોલીસે રેડ પાડી હતી.


રેડ દરમિયાન મકાનમાલિક કનુ ધનજીભાઇ કાછેલા તેમજ બે નોકર મનોજ વિનોદરાય ભીમાણી (રહે. રાજકોટ, હાલ કુરાલ) અને નીલેશ ઉર્ફે છોટુ બાબુભાઇ પરમાર (બિલોદરા, તા. જંબુસર) ઝડપાઇ ગયા હતા.પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર રાજુ તલવાર (રહે. ભાયલી રેલવે સ્ટેશન, મૂળ કોલકત્તા) હોવાની વિગતો સપાટી પર આવતાં તેની તપાસ હાથ ધરી છે.


પોલીસ તપાસમાં રૂપલલનાઓ મુંબઇ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી દલાલો મારફતે બોલાવાતી હોવાની વિગતો સપાટી પર આવી છે તેમજ રૂપલલનાઓને પાદરાના કુરાલ ગામમાં મકાન રાખી રખાતી હોવાનું જણાતાં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.પોલીસે ત્રણ મોબાઇલ તેમજ ૮,૭૬૦ની રોકડ કબજે કરી હતી. ઝડપાયેલા ત્રણેને અદાલત સમક્ષ રજુ કરાતાં ૧૫મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.


No comments:

Post a Comment