મંદિરના પૂજારીએ આશીર્વાદ આપી શિલ્પાના ગાલને ચૂમી લીધો
બ્રિગ બ્રધર્સ રિયાલિટી શોમાં વંશીય ટિપ્પણીનો ભોગ બન્યા બાદ અને ત્યાર બાદ એક જાહેર સમારંભમાં અભિનેત્રી રિચાર્ડ ગેરેએ કરેલી ‘કિસ’ના કારણે વિશ્વભરમાં ચમકેલી ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી એકવાર ‘કિસ૨ના વિવાદમાં સપડાઇ છે.
જોકે, આ વખતે તે કોઇ નવી લોન્ચિંગ કે સમારંભના પ્રચાર માટેના વિવાદમાં ફસાઇ નથી, પણ એક પૂજારીએ આશીર્વાદ રૂપે અભિનેત્રીના ગાલ ચુંબન કર્યું હતું.
તાજેતરમાં શિલ્પા શેટ્ટી સખીગોપાલ મંદિરની મુલાકાતે ગઇ હતી. આમ તો શિલ્પાની આ મુલાકાતે વિવાદ તો અગાઉ ઊભો કરેલો છે. તેમાંય મંદિરના પૂજારીએ શિલ્પાની મુલાકાતથી એટલા બધા ખુશ થઇ ગયા હતા અને આશીર્વાદ રૂપે તેના ગાલને ચૂમી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરની મુલાકાત અને પરવાનગી વગર શિલ્પાશેટ્ટી અહીંયા શૂટિંગ કરતાં ભારે વિવાદ સર્જાયો છે. તેમાંય શિલ્પાની આ તસવીરે અનેક લોકોનાં ‘ભવાં અઘ્ધર કરી દીધા’ છે.
Wednesday, August 5, 2009
મંદિરના પૂજારીએ આશીર્વાદ આપી શિલ્પાના ગાલને ચૂમી લીધો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment