Agency, KiratpurSaturday, August 15, 2009 13:46 [IST
divya bhaskar daily gujarati
કીરતપુર સાહેબમાં આવેલ ગુરૂદ્વારાની ઘટના
કીરપુર સાહેબના ઐતિહાસિક ગુરૂદ્વારા શ્રી બાબા ગુરદિત્તાજીની સરાયમાં રોકાયેલ એક પરિણીતાની નહાતા સમયે ત્યાંના એક પાઠીએ મોબાઈલ દ્વારા ચોરીછૂપે ક્લિપીંગ ઉતારવાની ઘટના સામે આવી છે.
જોકે પોલિસે આ પાઠી ઈન્દ્રજીત સિંહ તથા તેના સાથી સજવિન્દર સિંહની ધરપકડ કરી લીધી છે, તેમજ જે ફોનથી તેણે મહિલાની ક્લિપીંગ્સ ઉતારી હતી તે મોબાઈલને પણ જપ્ત કરી લીધો છે. આ ફરિયાદ ગામ તાલાપુરની પીડિત મહિલાએ નોંધાવી છે.
આ મહિલાએ જણાવ્યુ કે તેણે આ ગુરુદ્વારામાં પાઠ રખાવ્યો હતો. મહિલા તેના પરિવાર સાથે રૂમ નંબર 3 માં રોકાયેલી હતી. દરમિયાન ગઈ કાલે રાત્રે લગભગ 9:30 વાગ્યે બાથરૂમમાં નહાવા ગઈ હતી. ત્યારે આરોપીઓ તેની મોબાઈલ દ્વારા ક્લિપીંગ ઉતારી રહ્યા હતાં.
ગુરૂદ્વારાના ઉપસંચાલક હરજીત સિંહે જણાવ્યુ કે અસ્થાઈ રીતે કામ કરતા કર્મચારી અને આરોપી ઈન્દ્રજીતને નિકાળી દેવામાં આવ્યો છે.
Saturday, August 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment