Sunday, October 31, 2010

મિત્રએ જ કરી હતી એ યુવાનની હત્યા

ource: Bhaskar News, Rajkot | Last Updated 1:03 AM [IST](01/11/2010)
- રાજકોટના પટેલ યુવાનની હત્યાનો ભેદ ખૂલ્યો : ત્રણ લાખની ઉઘરાણીને મામલે

- જીપમાં માર મારતા લોહીની ઊલટી થયા બાદ પટેલ યુવાનને તોતિંગ પથ્થરોથી છુંદી નાખ્યો
- એકની ધરપકડ, બે ફરાર
શહેરના યુનિવર્સિટી રોડ પર ગંગક્ષેત્રી પાર્કમાં રહેતા જયંતી સુંદરજીભાઇ ભાગિયા નામના પટેલ યુવાનની ફલ્લા ગામના ડેમ નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. ટંકારાના મિતાણા ગામે રહેતા મિત્ર ભાવેશ ધનજી ગજેરાએ ત્રણ લાખની ઉઘરાણી મામલે અન્ય બે મિત્રની મદદથી જયંતીને પતાવી દીધાની કબૂલાત આપી હતી.
રોનક એન્ટરપ્રાઇઝ નામથી ઝેરોક્ષ મશીન રિપેરિંગનુ કામ કરતો જયંતી ભાગિયા (ઉ.વ.૨૪) ગુરુવારે ગંગક્ષેત્રી પાર્કના ગોડાઉનેથી સવારે ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો.અને બપોરે જામનગરના ફલ્લા ગામેથી તેની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.
હત્યાનો ભેદ ઉકેલવા ગાંધીગ્રામના પીઆઇ શ્રીવાસ્તવ, મદદનીશ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ેગોડાઉનમાં જયંતીના કારીગરોની પૂછતાછ કરતા મિતાણા રહેતો અને યુનિવર્સિટી રોડ પર જયંતિની દુકાન ભાડે રાખીને ઝેરોક્ષનું કામ કરતો ભાવેશ ગજેરા સવારે તેને મળવા આવ્યો હોવાની માહિતી મળી હતી. ભાવેશને પૂછપરછ માટે બોલાવતા તેના હાથમાં ઇજાના નિશાન મળી આવ્યા હતા. આકરી પૂછતાછમાં ભાવેશે મયૂર સહિત બે મિત્રની મદદથી હત્યા કર્યાની કબૂલાત આપી હતી.
ભાવેશે કબૂલાત આપી હતી કે, તેનો મોટો ભાઇ સંજય મુંબઇ રહીને ઝેરોક્ષ મશીનનો ધંધો કરે છે. અને તેની પાસેથી ખરીદ કરેલા કાચા માલના ત્રણ લાખ રૂપિયા લાંબા સમયથી જયંતી પાસેથી લેવાના હતા. પૈસાની ઉઘરાણી કરતો ત્યારે જયંતી તોછડો જવાબ આપતો હોવાથી તેને સબક શિખવવા ગાંઠ વાળી હતી. બનાવના દિવસે તે મશીન રિપેર કરવાના બહાને જયંતીને બહાર બોલાવી અગાઉથી તૈયાર રાખેલી ક્રૂઝર જીપમાં લઇ ગયો હતો. મેટોડાથી આગળ જતા જયંતીએ ‘મને ક્યાં લઇ જાવ છો?’ તેમ પૂછતા પૈસાની ઉઘરાણી કરી હતી. આથી જયંતીએ હવે પૈસા નથી આપવા તેમ કહીને ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જીપમાં જ સીટની વચ્ચે સૂવડાવીને મુક્કા, લાત મારીને અધમૂઓ કરી નાખ્યો હતો.
ચાલુ જીપમાં માર મારતા હતા ત્યારે જયંતીને લોહીની ઉલટી થઇ હતી. ફલ્લાના ડેમ નજીક તેને ઢસડીને બહાર કાઢી ભાવેશ સહિત ત્રણેય આરોપીએ તેના મોઢા ઉપર તોતિંગ પથ્થર ફટકારીને તેના રામ રમાડી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને જામનગર પોલીસને સોંપી આપ્યો છે.
મારી મિલકત લઇ જાઓ, મને છોડી દયો : જયંતી કરગરતો રહ્યો
હત્યારા ભાવેશે પોલીસને જણાવ્યું હતું કે, હત્યા કરવાનો ઇરાદો ન હતો. પરંતુ જયંતીએ ફરિયાદ કરવાની ધમકી આપતા ઇરાદો બદલી નાખ્યો હતો. ફલ્લામાં તેને જીપમાંથી બહાર કાઢ્યો ત્યારે તેણે પોતાના જીવના બદલામાં તમામ પ્રોપટી લખી આપવાનુંકહીને બે હાથ જોડીને આજીજી કરી હતી

No comments:

Post a Comment