Sunday, October 31, 2010

બહુપત્ની ધરાવતા જસુણી આશ્રમના મહારાજ દલસુખ ઉર્ફે દલસિંગ મહારાજ

- બળાત્કારી દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજ ફરાર - ઘરના સ્થાને રાત્રે આશ્રમમાં લઇ જવાનું કારણ શું? ઘૂંટાતું રહસ્ય

ઝાલોદ તાલુકાના જસુણી ગામના આશ્રમમાં દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજ દ્વારા ૧૪ વર્ષીય કિશોરીનું શિયળભંગ કરવાના પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનારાં ફોઇ અને ફૂવાની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે.

ઝાલોદ તાલુકાના નાની સંજેલી ગામનાં સગી ફોઇ પ્રેમીલા ચારેલ અને બાબુભાઇ ચારેલની મદદથી જસુણી ગામના આશ્રમમાં લવાયેલી ૧૪ વર્ષીય કિશોરી ઉપર આશ્રમના મહારાજ દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજે બળાત્કાર ગુજાર્યો હતો. આ કાંડમાં સીધી સંડોવાયેલ ફોઇ પ્રેમીલા અને ફૂવા બાબુની મોડી સાંજે પોલીસે ધરપકડ કરીને સિળયા પાછળ ધકેલી દીધા હતા.

પોલીસના જણાવ્યાનુસાર પોતાને હિંમતનગરના ગામડેથી લઇ જવા માટે કિશોરીના પિતાનો ફોન આવતાં ફૂવા બાબુ, ફોઇ પ્રેમીલા, દલસિંગ ઉર્ફે દલસિંગ મહારાજ જીપ લઇને તેમને લેવા માટે ગયાં હતાં. પરંતુ ૧૮મી તારીખે પોતાના ઘરે ગડા ગામે જવાના સ્થાને કિશોરીને આશ્રમમાં કેમ લઇ જવાઇ તેમજ ગામડે પરત આવવા માટે કિશોરીના પિતાએ ફોન ક્યાં કારણોસર કર્યો હતો તે બાબત પોલીસ પ્રેમીલા અને બાબુ પાસેથી કઢાવી શકી નથી.

૨૧મી તારીખે બળાત્કારની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા કિશોરીનાં પિતા, ઓરમાન માતા, બહેન અને બનેવીના નિવેદન બાદ જ આ ઘટના પાછળ ઘૂટાતું સાચું રહસ્ય બહાર આવે તેમ છે.

- કિશોરીના નામ પાછળ દલસુખ મહારાજનું નામ

બહુપત્ની ધરાવતા જસુણી આશ્રમના મહારાજ દલસુખ ઉર્ફે દલસિંગ મહારાજને વાસના સંતોષવા માટે સગાં ફોઇ-ફૂવા દ્વારા પોતાની સગીર વયની ભત્રીજી સોંપી દેવામાં આવી હતી. આવું કૃત્ય કરવા પાછળ તેમનો ઇરાદો શું હતો તે ખૂલીને બહાર આવ્યું નથી. પરંતુ બળાત્કાર બાદ પીડાનો ભોગ બનેલી કિશોરીને સારવાર માટે સંતરામપુરના દવાખાને લઇ જવામાં આવી હતી.

ત્યાં તબીબના ચોપડા અને કેસ પેપર ઉપર કિશોરીના નામની આગળ તેના પિતાને સ્થાને દલસુખ મહારાજનું નામ લખાવવામાં આવ્યું છે. આથી આ કિશોરીને દલસુખ મહારાજને પત્ની તરીકે અપાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.

http://www.divyabhaskar.co.in/article/MGUJ-teenage-girls-uncle-and-aunty-arrested-in-jasuni-ashram-rape-case-1510796.html

No comments:

Post a Comment