Sunday, October 31, 2010
ચબરાક મહેન્દ્રએ આ રીતે પ્રિયંકાનો કાંટો કાઢ્યો
>>પ્રિયંકાની હત્યામાં દિશાની સંડોવણી અંગે પોલીસ તપાસ
>>મહેન્દ્રના પ્રેમસંબંધ વિશે હું જાણતો હતો: ચંદ્રકાંતભાઈ
>>પ્રેમિકાને પામવા મંગેતરે જ પ્રિયંકાનું કાસળ કાઢી નાંખ્યું
>>આ રીતે પ્રિયંકાને મોતને ઘાટ ઉતારાઈ!
>>‘કોઇ પ્યારમેં રાજનીતિ ખેલ જાયે તો હમ ક્યા કરે’
>>‘અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મહેન્દ્ર આવું કરશે’
>>મહેન્દ્રએ પ્રેમિકાને ફોન કે મેસેજ ન કરવા કહ્યું હતું
>>મહેન્દ્રની ધરપકડ પહેલાં પોલીસે ચંદ્રકાંતભાઈને ફરિયાદ માટે તૈયાર કર્યા
>>લોકો ડ્રાઇવઇનમાં ફિલ્મ જોતા હતા ત્યારે મહેન્દ્ર પ્રિયંકાનું ગળું દબાવી રહ્યો હતો
>>મહેન્દ્રએ પ્રેમિકાને ફોન કે મેસેજ ન કરવા કહ્યું હતું
>>ચબરાક મહેન્દ્રએ આ રીતે પ્રિયંકાનો કાંટો કાઢ્યો
મિત્રએ જ કરી હતી એ યુવાનની હત્યા
- જીપમાં માર મારતા લોહીની ઊલટી થયા બાદ પટેલ યુવાનને તોતિંગ પથ્થરોથી છુંદી નાખ્યો
- એકની ધરપકડ, બે ફરાર
શહેરના યુનિવર્સિટી રોડ પર ગંગક્ષેત્રી પાર્કમાં રહેતા જયંતી સુંદરજીભાઇ ભાગિયા નામના પટેલ યુવાનની ફલ્લા ગામના ડેમ નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. ટંકારાના મિતાણા ગામે રહેતા મિત્ર ભાવેશ ધનજી ગજેરાએ ત્રણ લાખની ઉઘરાણી મામલે અન્ય બે મિત્રની મદદથી જયંતીને પતાવી દીધાની કબૂલાત આપી હતી.
રોનક એન્ટરપ્રાઇઝ નામથી ઝેરોક્ષ મશીન રિપેરિંગનુ કામ કરતો જયંતી ભાગિયા (ઉ.વ.૨૪) ગુરુવારે ગંગક્ષેત્રી પાર્કના ગોડાઉનેથી સવારે ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો.અને બપોરે જામનગરના ફલ્લા ગામેથી તેની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.
હત્યાનો ભેદ ઉકેલવા ગાંધીગ્રામના પીઆઇ શ્રીવાસ્તવ, મદદનીશ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ેગોડાઉનમાં જયંતીના કારીગરોની પૂછતાછ કરતા મિતાણા રહેતો અને યુનિવર્સિટી રોડ પર જયંતિની દુકાન ભાડે રાખીને ઝેરોક્ષનું કામ કરતો ભાવેશ ગજેરા સવારે તેને મળવા આવ્યો હોવાની માહિતી મળી હતી. ભાવેશને પૂછપરછ માટે બોલાવતા તેના હાથમાં ઇજાના નિશાન મળી આવ્યા હતા. આકરી પૂછતાછમાં ભાવેશે મયૂર સહિત બે મિત્રની મદદથી હત્યા કર્યાની કબૂલાત આપી હતી.
ભાવેશે કબૂલાત આપી હતી કે, તેનો મોટો ભાઇ સંજય મુંબઇ રહીને ઝેરોક્ષ મશીનનો ધંધો કરે છે. અને તેની પાસેથી ખરીદ કરેલા કાચા માલના ત્રણ લાખ રૂપિયા લાંબા સમયથી જયંતી પાસેથી લેવાના હતા. પૈસાની ઉઘરાણી કરતો ત્યારે જયંતી તોછડો જવાબ આપતો હોવાથી તેને સબક શિખવવા ગાંઠ વાળી હતી. બનાવના દિવસે તે મશીન રિપેર કરવાના બહાને જયંતીને બહાર બોલાવી અગાઉથી તૈયાર રાખેલી ક્રૂઝર જીપમાં લઇ ગયો હતો. મેટોડાથી આગળ જતા જયંતીએ ‘મને ક્યાં લઇ જાવ છો?’ તેમ પૂછતા પૈસાની ઉઘરાણી કરી હતી. આથી જયંતીએ હવે પૈસા નથી આપવા તેમ કહીને ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જીપમાં જ સીટની વચ્ચે સૂવડાવીને મુક્કા, લાત મારીને અધમૂઓ કરી નાખ્યો હતો.
ચાલુ જીપમાં માર મારતા હતા ત્યારે જયંતીને લોહીની ઉલટી થઇ હતી. ફલ્લાના ડેમ નજીક તેને ઢસડીને બહાર કાઢી ભાવેશ સહિત ત્રણેય આરોપીએ તેના મોઢા ઉપર તોતિંગ પથ્થર ફટકારીને તેના રામ રમાડી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને જામનગર પોલીસને સોંપી આપ્યો છે.
મારી મિલકત લઇ જાઓ, મને છોડી દયો : જયંતી કરગરતો રહ્યો
હત્યારા ભાવેશે પોલીસને જણાવ્યું હતું કે, હત્યા કરવાનો ઇરાદો ન હતો. પરંતુ જયંતીએ ફરિયાદ કરવાની ધમકી આપતા ઇરાદો બદલી નાખ્યો હતો. ફલ્લામાં તેને જીપમાંથી બહાર કાઢ્યો ત્યારે તેણે પોતાના જીવના બદલામાં તમામ પ્રોપટી લખી આપવાનુંકહીને બે હાથ જોડીને આજીજી કરી હતી
બહુપત્ની ધરાવતા જસુણી આશ્રમના મહારાજ દલસુખ ઉર્ફે દલસિંગ મહારાજ
- બળાત્કારી દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજ ફરાર - ઘરના સ્થાને રાત્રે આશ્રમમાં લઇ જવાનું કારણ શું? ઘૂંટાતું રહસ્ય
ઝાલોદ તાલુકાના જસુણી ગામના આશ્રમમાં દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજ દ્વારા ૧૪ વર્ષીય કિશોરીનું શિયળભંગ કરવાના પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનારાં ફોઇ અને ફૂવાની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે.
ઝાલોદ તાલુકાના નાની સંજેલી ગામનાં સગી ફોઇ પ્રેમીલા ચારેલ અને બાબુભાઇ ચારેલની મદદથી જસુણી ગામના આશ્રમમાં લવાયેલી ૧૪ વર્ષીય કિશોરી ઉપર આશ્રમના મહારાજ દલસિંગ ઉર્ફે દલસુખ મહારાજે બળાત્કાર ગુજાર્યો હતો. આ કાંડમાં સીધી સંડોવાયેલ ફોઇ પ્રેમીલા અને ફૂવા બાબુની મોડી સાંજે પોલીસે ધરપકડ કરીને સિળયા પાછળ ધકેલી દીધા હતા.
પોલીસના જણાવ્યાનુસાર પોતાને હિંમતનગરના ગામડેથી લઇ જવા માટે કિશોરીના પિતાનો ફોન આવતાં ફૂવા બાબુ, ફોઇ પ્રેમીલા, દલસિંગ ઉર્ફે દલસિંગ મહારાજ જીપ લઇને તેમને લેવા માટે ગયાં હતાં. પરંતુ ૧૮મી તારીખે પોતાના ઘરે ગડા ગામે જવાના સ્થાને કિશોરીને આશ્રમમાં કેમ લઇ જવાઇ તેમજ ગામડે પરત આવવા માટે કિશોરીના પિતાએ ફોન ક્યાં કારણોસર કર્યો હતો તે બાબત પોલીસ પ્રેમીલા અને બાબુ પાસેથી કઢાવી શકી નથી.
૨૧મી તારીખે બળાત્કારની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા કિશોરીનાં પિતા, ઓરમાન માતા, બહેન અને બનેવીના નિવેદન બાદ જ આ ઘટના પાછળ ઘૂટાતું સાચું રહસ્ય બહાર આવે તેમ છે.
- કિશોરીના નામ પાછળ દલસુખ મહારાજનું નામ
બહુપત્ની ધરાવતા જસુણી આશ્રમના મહારાજ દલસુખ ઉર્ફે દલસિંગ મહારાજને વાસના સંતોષવા માટે સગાં ફોઇ-ફૂવા દ્વારા પોતાની સગીર વયની ભત્રીજી સોંપી દેવામાં આવી હતી. આવું કૃત્ય કરવા પાછળ તેમનો ઇરાદો શું હતો તે ખૂલીને બહાર આવ્યું નથી. પરંતુ બળાત્કાર બાદ પીડાનો ભોગ બનેલી કિશોરીને સારવાર માટે સંતરામપુરના દવાખાને લઇ જવામાં આવી હતી.
ત્યાં તબીબના ચોપડા અને કેસ પેપર ઉપર કિશોરીના નામની આગળ તેના પિતાને સ્થાને દલસુખ મહારાજનું નામ લખાવવામાં આવ્યું છે. આથી આ કિશોરીને દલસુખ મહારાજને પત્ની તરીકે અપાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.